‘સા વિદ્યા યા વિમુક્તયે’ નો વિચાર બહુ જ સુંદર છે. પરંતુ આજે કેટલા વિદ્યાર્થીઓ તેમના શિક્ષણનો રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરી બીજાના અવલંબનથી મુક્ત રહી શકે છે? આજે શાળાકીય પ્રવૃત્તિમાં સમયના અભાવે કે માર્ક લાવવાની ગળાકાપ હરીફાઇમાં પાયાના સિદ્ધાંતો કે મૂળભૂત હેતુ ક્યાંક વિસરાઈ જાય છે.
પધારો
રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે તેવું પાયાના સિદ્ધાંતોની સ્પષ્ટ સમજ સાથેનું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મહત્તમ વિદ્યાર્થીઓ સુધી નિઃશુલ્ક પહોંચે તેવા અમારા પ્રયાસ માટેની આ વેબસાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે.
બહુ મનોમંથનને અંતે અમારી ટીમે આજની શિક્ષણ પદ્ધતિને પૂરક બની રહે, હાથનું કૌશલ્ય વિકસાવે, હુન્નર માટે પ્રેરે, આત્મનિર્ભરતા તરફ દોરી જાય, બીજા અવલંબનમાંથી મુક્તિ અપાવે તેવા સર્વાંગી શિક્ષણની પરિકલ્પના કરી. તેની ફલશ્રુતિ રૂપે આ સંસ્થાનું બીજ રોપાયું.
અમારો અભિગમ દરેક વિદ્યાર્થી, ખાસ કરીને ઓછી સગવડ વાળા વિસ્તારમાં ભણતા હોય, માર્ક સરસ લાવે કે ન લાવે, પણ સારી ધગશ અને વિચારશક્તિ હોય, તેમના સુધી પહોંચવાનો છે. તેનામાં જિજ્ઞાસા પેદા કરી જાતે જ સવાલો કે વૈજ્ઞાનિક ઘટનાઓનો ઉત્તર શોધી શકે તે શક્તિ પ્રદાન કરવાનો છે. અમારું ખાસ ધ્યાન એ વાત પર રહેશે કે બાળકો માટે આ કૌશલ્યલક્ષી, હુન્નરલક્ષી પ્રવાસ રસપ્રદ બની રહે. શક્ય હોય તેવા પાત્રના કિસ્સામાં રોજગાર માટે તે આત્મનિર્ભર બની શકે ત્યાં સુધી તેને સાથ આપવાનું પણ વિચારણા હેઠળ છે.
વિતરણ
વિજ્ઞાનના પ્રયોગોની પુસ્તિકા ધોરણ મુજબ ભાગ પસંદ કરી PDF ખોલો.
ભૌતિકશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોની સમજણ - સિમ્યુલેશન અને ઈતિહાસ સાથે
ગણિત
ગણિતના કેટલાક સિદ્ધાંતોની સમજણ - સિમ્યુલેશન અને ઈતિહાસ સાથે
લિન્કો
પાઠ્યપુસ્તકો અને સંદર્ભ પુસ્તકોની PDF એક જ જગ્યાએ.
સંપર્ક
માહિતી મેળવવા અથવા સંદેશો મોકલવા માટે નીચેનું ફોર્મ ભરવું. વસ્તુ મંગાવવા માટે * વાળી વિગત જરૂરી છે.