![]() |
જ્ઞાન સરિતા
|
અમે અમારી વેબસાઇટ પર ઉચ્ચ કક્ષાનું પાયાના વૈજ્ઞાનિક સિદ્ધાંતની સ્પષ્ટ સમજ સાથેનું શિક્ષણ, જે રોજિંદા જીવનમાં પણ ઉપયોગી નીવડે, તે મહત્તમ વિદ્યાર્થી સુધી નિઃશુલ્ક પહોંચે તે માટે કટિબદ્ધ છીએ.
'સા વિદ્યા યા વિમુક્તયે' નો વિચાર બહુ જ સુંદર છે. પરંતુ આજે કેટલા વિદ્યાર્થીઓ તેમના શિક્ષણનો રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરી બીજાના અવલંબનથી મુક્ત રહી શકે છેઅ આજે શાળાકીય પ્રવૃત્તિમાં સમયના અભાવે કે માર્ક લાવવાની ગળાકાપ હરીફાઇમાં પાયાના સિદ્ધાંતો કે મૂળભૂત હેતુ ક્યાંક વિસરાઈ જાય છે. બહુ મનોમંથનને અંતે અમારી ટીમે આજની શિક્ષણ પદ્ધતિ ને પૂરક બની રહે હાથનું કૌશલ્ય વિકસાવે, હુન્નર માટે પ્રેરે, આત્મનિર્ભરતા તરફ દોરી જાય, બીજા અવલંબન માં થી મુક્તિ અપાવે તેવા સર્વાંગી શિક્ષણ ની પરિકલ્પના કરી તેની ફલશ્રુતિ રૂપે આ સંસ્થાનું બીજ રોપાયું.
અમારો અભિગમ દરેક વિદ્યાર્થી, ખાસ કરીને ઓછી સગવડ વાળા વિસ્તારમાં ભણતા હોય, માર્ક સરસ લાવે કે ન લાવે, પણ સારી ધગશ અને વિચારશક્તિ હોય, તેમના સુધી પહોંચવાનો છે. તેનામાં જિજ્ઞાસા પેદા કરી જાતે જ સવાલો કે વૈજ્ઞાનિક ઘટનાઓ નો ઉત્તર શોધી શકે તે શક્તિ પ્રદાન કરવાનો છે. અમારું ખાસ ધ્યાન એ વાત પર રહેશે કે બાળકો માટે આ કૌશલ્યલક્ષી, હુન્નરલક્ષી પ્રવાસ રસપ્રદ બની રહે. શક્ય હોય તેવા પાત્રના કિસ્સામાં રોજગાર માટે તે આત્મનિર્ભર બની શકે ત્યાં સુધી તેને સાથ આપવાનું પણ વિચારણા હેઠળ છે.
બની રહ્યું છે.
બની રહ્યું છે.
ભાગ ૧ : ઘોરણ ૪, ૫, ૬ |
ભાગ ૨ : ઘોરણ ૭, ૮ |
ભાગ ૩ : ઘોરણ ૯, ૧૦ |